જૂનાગઢ શિવરાત્રિના મેળામાં 23 વર્ષથી અનેરી સેવા આપતા ભજનિક

જૂનાગઢ શિવરાત્રિના મેળામાં 23 વર્ષથી અનેરી સેવા આપતા ભજનિક
કોડાય (તા. માંડવી), તા. 12 : જૂનાગઢ શિવરાત્રિના મેળામાં છેલ્લા 23 વર્ષથી વિખ્યાત ભજનિક લક્ષ્મણભાઇ બારોટ અનેરી સેવા આપી રહ્યા છે. વર્ષ દરમ્યાન કમાયેલી સંતવાણીની રકમ શિવરાત્રિના મેળામાં ભાવિકો પાછળ ખર્ચી નાખતા લક્ષ્મણભાઇ જૂનાગઢના સાંસ્કૃતિક અને મહત્ત્વપૂર્ણ ગણાતા શિવરાત્રિના મેળામાં 47 વર્ષથી ભજનમાં લોકોને રસતરબોળ કરી રહ્યા છે. 1995થી શિવરાત્રિના મેળામાં અન્નક્ષેત્ર, ભજન અને ભક્તિનો સંગમ ઊભો કર્યો છે. કચ્છ સાથે અનેરો ઘરાબો ધરાવતા લક્ષ્મણભાઇના આ સેવાયજ્ઞમાં ઉત્તરોત્તર સવલતો વિકસી છે. ડાયરાના કલાકાર, સાહિત્યકાર શ્રી બારોટના ઉતારે ભજનની સાધના કરવા અચૂક પહોંચી જાય છે. લક્ષ્મણભાઇ આ સેવાકાર્ય માટે જણાવે છે કે બીજાના આંગણે સંતવાણીનો રસ પીરસવા જતા હતા પણ મહાશિવરાત્રિના મેળા નિમિત્તે આપણા ફળિયામાં ભક્તો આવે એનો આનંદ     જુદો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer