કચ્છી તબીબને એવોર્ડ

કચ્છી તબીબને એવોર્ડ
કચ્છી તબીબને એવોર્ડ... કચ્છી ગાયનેકોલોજિસ્ટ ડો. ભક્તિબેન એ. ગોરને પંચમહાલ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ઉત્કૃષ્ટતા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 69મા પ્રજાસત્તાક પર્વની પંચમહાલ જિલ્લાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી. જેમાં મૂળ ગુંદિયાળી (તા. માંડવી)ના વતની હાલે  પંચમહાલ જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. ભક્તિબેન અરવિંદ ગોર (પેથાણી)એ 863 નોર્મલ ડિલિવરી, 219 સિઝેરીયન, 9 એ.પી.એચ., 18 પી.પી.એચ., 152 પી.પી.આઇ. સહિતની કરેલી કામગીરીની કદર સ્વરૂપે જિલ્લાકક્ષાનો એવોર્ડ ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે અર્પણ કરાયો હતો. પંચમહાલ જિલ્લાના કલેક્ટર એસ.કે. લાંગા, ડીએસપી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : વસંત અજાણી) 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer