મલાડમાં દીક્ષા મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો

મલાડમાં દીક્ષા મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો
માંડવી, તા.12 : માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રભાબેન કાંતિલાલ ડુંગાણી (શાહ)ની 19 વર્ષીય પુત્રી દીક્ષાર્થી મુમુક્ષુ નિરાલીબેન શાહ અને મનફરા (તા.ભચાઉ)ના કોમ્પ્યુટર ઈન્જીનિયર 19 વર્ષીય દીક્ષાર્થી મમુક્ષુ ઉર્વીબેન દેઢિયાએ રવિવારે મલાડ (મુંબઈ) મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરવા દીક્ષા અંગીકાર કરી છે.  દીક્ષા નિમિત્તે પાંચ દિવસીય પંચાન્હિકા મહોત્સવ ભક્તિભાવ પૂર્વક સંપન્ન થયો હતો. બંને દીક્ષાર્થી મુમુક્ષુઓએ આચાર્ય વિજયઆનંદવર્ધનસૂરીશ્વરજી આદિ ઠાણાની નિશ્રામાં સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી છે.  નિરાલીબેન દિવ્યવૃદ્ધિ મ.સા. બન્યા છે અને ઉર્વીબેન દિવ્ય રુદ્ધિ મ.સા. બન્યા હોવાનું દિનેશ શાહે જણાવ્યું હતું. આ દીક્ષા પ્રસંગે માંડવી સહિત કચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer