ક.ગુ.ક્ષ. સમાજના દાતાને સમાજરત્ન અર્પણ

ક.ગુ.ક્ષ. સમાજના દાતાને સમાજરત્ન અર્પણ
કોટડા (ચ.), તા. 12 : કચ્છમાં અગાઉ અજોડ બાંધકામો અને સમાજલક્ષી કાર્યો માટે જે સમાજનું યોગદાન હતું તેવા કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના ભારતભરમાં રહેતા સમાજના મહામંડળે મહાસભાનું વાર્ષિક અધિવેશન તથા સગપણ સંમેલન મહારાષ્ટ્રના પૂનામાં યોજ્યું હતું. અધિવેશન એટલે ઐતિહાસિક બન્યું સમાજની મધ્ય સંસ્થાના નવા બંધારણને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. વડામથક કોલકાતાના બદલે રાયપુર (છત્તીસગઢ) ખાતે લાવવાનો નિર્ણય તેમજ કચ્છના સમાજના મોવડી માધાપરના સમાજરત્ન વિનોદભાઇ પુરુષોત્તમભાઇ સોલંકીનું સર્વોચ્ચ નાગરિક સન્માન અર્થાત સમગ્ર સમાજના અદકેરા મોભીનું સમાજરત્ન સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. વિનોદભાઇની સમાજ પ્રત્યેની સમર્પણ ભાવના, એકતા, અખંડિતતા જાળવી રાખવા કરતા પાયાના પ્રયત્નો, સમાજના તમામ 127 ઘટકોના સર્વાંગી વિકાસ માટે તન-મન-ધન સાથે સમયથી આપતા યોગદાન, અખિલ ભારતીય સ્તરે ઘટકોમાં સમાજ ભવનના નિર્માણમાં અગ્રીમ અને સર્વોત્તમ સહયોગ, સમાજના નિરાધાર વડીલોને પ્રતિમાસ આર્થિક મદદ, સહયોગ, સમાજ કેળવણી, શૈક્ષણિક ક્ષેત્રે સંસ્થાઓને માતબર દાનની નોંધ લેવામાં આવી હતી. તેમને સમાજરત્ન એવોર્ડથી મહાસભાના પૂર્વ પ્રમુખ ભરતભાઇ સાવરિયા સાથે સમાજના પ્રમુખ ભરતભાઇ સાવરિયાના પ્રમુખપદે મહાસભાના મહામંત્રી વિનોદભાઇ પઢિયાર, પૂના ઘટકના દિનેશભાઇ ચાવડા, રવિભાઇ ચૌહાણ સહિત સમાજબંધુઓની હાજરીમાં સર્વોચ્ચ સમાજરત્ન આપવામાં આવ્યું હતું. પૂનાના વિશ્વવિખ્યાત મરાઠા બેન્ડની સંગીતમય સુરાવલિઓ સાથે મરાઠી પાઘ પહેરાવી સમાજરત્ન અર્પણ કરાયું હતું. રાષ્ટ્રીય મહાસભા તરફથી વરિષ્ઠ મહામંત્રી વિનોદભાઇ ખોડિયાર અને વિનોદભાઇ પઢિયાર સાથે અજયભાઇ પઢિયારે સહયોગ આપ્યો હતો. વિનોદભાઇ પુરુષોત્તમ સોલંકીને ભારતભરના સમાજના સમાજરત્ન બહુમાન સન્માન એવોર્ડથી સમગ્ર કચ્છના સમાજ ઉપરાંત અન્ય સમાજોમાં ખુશી ફેલાઇ હોવાનું સમાજના અગ્રણીઓ જેન્તીલાલ વાઘેલા, શાંતિલાલ પરમાર (કુકમા) તેમજ રેહા મોટાના વિનોદભાઇ ચૌહાણે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer