`શરણાર્થી બાળ અધિકારોમાં ભારત'' વિષયે ભુજની લો કોલેજના પ્રોફેસરનું સંશોધન

`શરણાર્થી બાળ અધિકારોમાં ભારત'' વિષયે ભુજની લો કોલેજના પ્રોફેસરનું સંશોધન
ભુજ, તા. 9 : તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો વિભાગ દ્વારા `બાળકોના માનવ અધિકારો અને ભવિષ્યનું રાષ્ટ્ર' વિષયે બેદિવસીય રાષ્ટ્રીય સ્તરનો સેમિનાર યોજાયો હતો. જેમાં અહીંની શેઠ ડી.એલ. લો કોલેજના પ્રો. કમલેશ એમ પંડયાએ `ભારતમાં શરણાર્થી બાળકોના અધિકારો પર એક ઝલક' વિષયે પોતાનું પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું અને તેમાં કંપનીની સામાજિક જવાબદારી આ અધિકારો પ્રત્યે અદા કરવા અંગે રજૂ કરેલા અભિપ્રાયોએ સરાહના મેળવી હતી. પ્રો. પંડયાએ પોતાનું પેપર રજૂ કરી ભારતમાં 1942ની સાલમાં જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાના સમયથી પોલેન્ડના એક જહાજને જામનગરના બંદર પર આવકાર આપી 600થી વધુ બાળકોને 6 વર્ષથી વધુ સમય બાલાચડી ખાતે આશ્રય આપ્યાનો ઉલ્લેખ કરી ભારત રેફયુજી બાળકોના અધિકાર આપવામાં પછાત નથી એમ જણાવી જામનગરના રાજવીથી હાલના વડાપ્રધાન સુધીની સફર વિષયે છણાવટ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer