રતનાલમાં આઇ.ટી.આઇ. માટે મકાનનું કામ શરૂ કરવા જાહેરાત

રતનાલમાં આઇ.ટી.આઇ. માટે મકાનનું કામ શરૂ કરવા જાહેરાત
અંજાર, તા. 12 : અંજારના ધારાસભ્ય તરીકે ચૂંટાતાં તથા ત્યારબાદ ગુજરાત સરકારમાં સામાજિક, શૈક્ષણિક પછાત કલ્યાણ વર્ગના રાજ્યમંત્રી તરીકે વરાયેલા વાસણભાઈ આહીરનો તેમના માદરે વતન ગામ રતનાલમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સ્વયંભૂ ગામે જોડાઇ આ કાર્યક્રમ માણ્યો હતો. પ્રથમ મહિલા સરપંચ સરિયાબેન ત્રિકમ આહીર તથા તેમની સાથે 11 મહિલા સભ્યોનું પણ સન્માન થયું હતું. મંત્રીની સાકરતુલા કરાઇ હતી. શ્રી આહીરે રતનાલના ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, આ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે. હું આ ગામનો ઋણી છું અને રહીશ. મને આ ગામે ઘણો પ્રેમ આપ્યો છે. આગામી દિવસોમાં રતનાલ ગામમાં વધુમાં વધુ વિકાસકામો હાથ?ધરવા તથા આગામી દિવસોમાં આઇ.ટી.આઇ.ના મકાનનું કામ?શરૂ?કરવાની જાહેરાત કરી હતી અને આવું સન્માન કરવા બદલ ગ્રામજનોનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં જીવાભાઇ આહીર, મકાભાઇ, કે. આર. આહીર, પૂર્વ સરપંચો ત્રિકમ અરજણભાઇ આહીર, રણછોડ આહીર, ભચુ રવા આહીર, કાનજીભાઇ, ત્રિકમભાઇ આહીર, સીતારામ પરિવારના કાના જીવા, ત્રિકમ વરચંદ રણછોડ, રામજી રણછોડ, જીવા હીરા, કાના ગોપાલ, જીવાભાઇ ભીમાણી, જીવાભાઇ ગોપાલ, કાના જીવા, જીનામ ગ્રુપ, રતનાલ સ્પોર્ટસ ક્લબ, નવરાત્રિ મંડળ, રામદેવપીર ગણેશ મંડળ, ડી. કે. આહીર વગેરે લોકો હાજર રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer