ભુજમાં ભૂકંપને 17 વર્ષ વીતવા છતાંય ભયજનક ઈમારતો કાયમ

ભુજમાં ભૂકંપને 17 વર્ષ વીતવા છતાંય ભયજનક ઈમારતો કાયમ
ભુજ, તા.12 : કચ્છમાં વિનાશકારી ભૂકંપને 17 વર્ષનો સમય વિતી ગયો છતાં મોતની જેમ ઝળૂંબતી ભયજનક ઈમારતો માટે સરકારે નક્કર કાર્યવાહી તો ઠીક પરંતુ તે અંગે વિચાર્યું પણ નથી. હજુ પણ ધરતીકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા ભુજના જાગૃત નાગરિકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ અંગે જાગૃત નાગરિક મિતેષ શાહે રજૂઆતમાં જણાવ્યું હતું કે સાત--)8?વ્/)ઍથી મુખ્યમંત્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભુજ નગરપાલિકા તથા તમામ જવાબદાર સત્તાધીશોને આ વિશે સતત અવગત કરાયા છે. પરંતુ જવાબદારીઓની ફેંકાફેંક જ થાય છે. હજુ પણ અવાર નવાર આંચકા આવતા હોવાથી ભુજની ભયજનક ઈમારતોના માળ ઉતારવા અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવા માંગ કરી હતી.  ઉપરાંત બહુમાળી ઈમારતોમાં શોર્ટસર્કીટ કે કોઈ દુર્ઘટના ઘટે તે માટે સેફ્ટી અંગેના કોઈ ઉપકરણો મોજૂદ હોતા નથી. તાજેતરની મુંબઈની દુર્ઘટના આપણી સામે છે. જેથી આ બાબતે પણ નક્કર કાર્યવાહીની માગણી કરી હતી. રજૂઆત સમયે દિનેશ ડાભી, ધર્મેન્દ્ર દરજી, કિરણભાઈ તથા વેપારી અગ્રણી દિનેશ શેઠ સાથે રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer