મુંદરા તા.ની શાળાઓમાં બેટી બચાવો બેટી પઢાવોની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મુંદરા, તા. 12 : નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તાલુકાના ઝરપરા, ભુજપુર અને રતાડિયાના શાળાઓમાં બેટી બચાવો, બેટી પઢાઓની વકતૃત્વ સ્પર્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા યોજી ઉજવણી કરાઈ હતી. જેમાં સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યકત કરાઈ હતી. ઝરપરામાં પ્રા. આ. કેન્દ્ર દ્વારા ઉચ્ચત્તર કન્યા પ્રાથમિક શાળાના આચાર્યા તારાબેન પટેલના માર્ગદર્શન  હેઠળ યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ વેજાણી કમશ્રીબેન કલ્યાણ, દ્વિતીય ગઢવી શીતલબેન પચાણ તથા તૃતિય ગેલવા વીરબાઈ રામ વિજેતા થતા તેમને  મે.ઓ. ડો. ક્રિષ્નાબેન ઢોલરિયા, ટી. એચ. સુપરવાઈઝર હરિભાઈ જાટિયા, તાલુકા હેલ્થ વીઝીટર કેસરબેન મહેશ્વરીના હસ્તે ઈનામ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.  ભાગ લેનાર તમામ 26 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ઈનામો અપાયા હતા. સંચાલન સોનલબેન જે. ગામીએ કર્યું હતું.  ભુજપુર પ્રા. આ. કેન્દ્ર દ્વારા એ. જે. એસ. માધ્યમિક શાળામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ વંશીબેન પરમાર, દ્વિતીય ખીમશ્રીબેન ગઢવી તથા તૃતિય ઈકરાબેન ખત્રી વિજેતા થતા પ્રા. આ. કેન્દ્ર દ્વારા પ્રમાણપત્ર તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 18 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ઈનામો અપાયા હતા. પ્રા. આ. કેન્દ્ર ભુજપુરના મુમતાઝબેન પઠાણે સમાજમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા પોતાના વિચારા વ્યક્ત કર્યા હતા.  આભારવિધિ ઈન્દિરાબેને કરી હતી. રતાડિયા પ્રા. આ. કેન્દ્ર સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં 12 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ધ્રુવીબેન રાજેશ રાજગોર, દ્વિતીય નબુબેન ગૌરવ ભાભોર તથા  તૃતિય ભચીબેન હીરા રબારી વિજેતા થતાં તેમને પ્રમાણપત્ર તથા  તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ઈનામો અપાયા હતા. ચંદુભાઈ ગોહિલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ડો.રીતુબેન પરમાર, શાળા આરોગ્યના ડો. વર્ધાન પટેલ વગેરે હાજર રહ્યા હતા. આભારવિધિ  નીલેશ મકવાણાએ કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer