બિદડા અને માતાના મઢમાં જુગાર રમતા 11 ઝડપાયા

ગાંધીધામ, તા. 12 : માંડવીના બિદડામાં જુગાર ખેલતા 7 ખેલીઓની અટક કરી પોલીસે રૂા. 6120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો લખપતના માતાના મઢ ગામમાં પત્તાં ટીંચતા ચાર શખ્સોની ધરપકડ કરી રોકડા રૂા. 3770 હસ્તગત કરાયા હતા. બિદડા ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગટું ખેલતા કરસન જુમા સંઘાર, છગન વિજલા પટ્ટણી (દાતણિયા), મમુ જુમા સંઘાર, મંગલ જુમા સંઘાર, જુમા વાલા સંઘાર, કરસન પરબત સંઘાર અને સુલ્તાનસિંઘ કમરુદિન શેખ નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 4120 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 6120નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી બાજુ માતાના મઢના લીફરી ખાણના ટ્રક પાર્કિંગ પ્લોટમાં પોલીસ ત્રાટકી હતી. અહીં પત્તાં ટીંચતા રવજી નાગજી જેપાર, મજીદ મામદ ભજીર, કનૈયાલાલ પરબત જયપાલ અને ઉમર ફકીરમામદ કુંભાર નામના શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 3770 કબજે કરવામાં આવ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer