ભુજમાં હુમલાના બે બનાવમાં ત્રણ જણને થયેલી ઇજા

ગાંધીધામ, તા. 12 : ભુજના યોગેશ્વરનગર પાછળ માલધારીનગરમાં સામસામે થયેલી મારામારીના બનાવમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી, તો ભુજના જ ખાવડા માર્ગ ઉપર એક યુવાનને કોઇ શખ્સ છરી ભોંકી નાસી ગયો હતો. ભુજના સંજોગનગરમાં રહેતા ઇબ્રાહીમ મામદ કુંભારે રહેમતુલ્લા ઇશાક સોઢા, મોહસીન રહેમતુલ્લા સોઢા તથા મુસ્તાક રહેમતુલ્લા સોઢા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માલધારીનગરમાં મસ્જિદની બાજુમાં વાડાના રસ્તા માટે જગ્યા ખુલ્લી રાખવાનું આ વૃદ્ધે જણાવતાં આ ત્રણેય ઇસમો ઉશ્કેરાઇ ગયા હતા. દરમ્યાન, રહેમતુલ્લાએ આ વૃદ્ધ ઉપર કુહાડી વડે હુમલો કરી ત્રણેય નાસી ગયા હતા, તો સામા પક્ષે મોહસીન સોઢાએ ઇબ્રાહીમ કુંભાર વિરુદ્ધ આ જ મુદ્દે ધકબુશટનો માર મારવા અંગે ફરિયાદ કરી હતી. બીજી બાજુ ખાવડા રોડ પર પાલારા પંપની બાજુમાં આવેલી રાજરાજેશ્વરી હોટલ ઉપર ગઇકાલે સાંજના અરસામાં વિજય નાનજી જોગી નામનો યુવાન બેઠો હતો ત્યારે કોઇ?અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને યુવાનની પીઠમાં છરી ભોંકી નાસી ગયો હતો. મારામારીના આ બંને બનાવમાં તપાસ પોલીસે હાથ?ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer