-ને હવે પચ્છમ વિસ્તારમાં ઘેટાં- બકરાંમાં રોગચાળાનો ભય

સુમરાપોર, તા. 12 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તાર માલધારીઓના મુલકમાં દર વર્ષે ઘેટાં-બકરાં રોગચાળાનો ભોગ બને છે. જેમાં ખરવા મોવાસા (એફ.એમ.ડી.) હોય કે પી.પી.આર. કે એન્ટ્રોટ્રોકસીમિયા (માથાવટુ) કે સામાન્ય કૃમિઓથી થતા રોગ આફરો, આઉનો રોગ વગેરે થકી પાંચાડાના માલધારીઓને જાગૃતિનો અભાવ તેમજ સમયસર રસીકરણના ડોઝ તેમજ યોગ્ય સમયે પશુઓને સારવારના અભાવ વગેરે કારણો નિમિત્ત બન્યા હોવાનું બહાર આવ્યું છે. યોગ્ય સારવારના અભાવે ગરીબ માલધારીઓને પોતાના કિંમતી પશુધન ગુમાવવાનો વારો આવે છે જેની અસર રોજીરોટી પર પડે છે. પશુપાલકોની મુશ્કેલીઓનો કોઇ પાર નથી પણ આ વર્ષે એપ્રિલ-2017થી કરી જાન્યુઆરી-2018 સુધી જિલ્લા પંચાયત પશુપાલન શાખા તેમજ ખાવડા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક દ્વારા નક્કર આયોજનરૂપી પ્રયત્નોથી આ મહામારી-રોગચાળાથી રાહત થઇ છે તેમજ સંભવિત રોગચાળાને ડામી દેવામાં સફળતા મળી હતી. પચ્છમ વિસ્તારમાં અંદાજે 75000થી વધારે પશુધન છે તેમાં આ વર્ષે જાન્યુઆરી 2018 સુધીમાં જિલ્લા પંચાયત પશુપાલન શાખા-ભુજના માર્ગદર્શન હેઠળ પશુપાલકોને સાથે રાખી સંભવિત રોગચાળાને મૂળથી જ ડામવા માટે 35468 ઘેટાં-બકરાંને ફેચિંગ પ્રોગ્રામ હેઠળ કરમિયાની રસી પીવડાવવામાં આવી હતી. તો એફ.એમ.ડી. ખરવા મોવાસાનું 15238 પશુધનને રસીકરણ કરવામાં આવ્યું છે. ગળસુંઢો (ગાંઠનો રોગ) 10345 પશુધનને રસીકરણ કરવામાં આવ્યું છે. ખાવડા સ્થિત પશુ ચિકિત્સક ડો. યતિનભાઇએ માલધારીઓને અનુરોધ કર્યો છે કે પશુપાલકો જાગૃત બની રસીકરણ સમયસર કરાવે એ જ પશુપાલકોના હિતમાં રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer