હકારાત્મક વ્યક્તિત્વ થકી કોઇ પણ વ્યક્તિ સફળતાને સર કરી શકે છે

હકારાત્મક વ્યક્તિત્વ થકી કોઇ પણ વ્યક્તિ સફળતાને સર કરી શકે છે
ગાંધીધામ, તા. 16 : હકારાત્મક વ્યકિતત્વથી કોઇપણ વ્યક્તિ સફળ થઇ શકે છે એવું કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. સી.બી. જાડેજાએ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે ડો. ભાણજી એચ. સોમૈયા દ્વારા લેખિત હકારાત્મક વ્યક્તિત્વ પુસ્તકના વિમોચન સમારંભમાં જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં વ્રજલાલ મકવાણાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઇંગ્લિશ સ્પીકિંગ કલાસીસના કોર્ડીનેટર નીલેશભાઇ પ્રજાપતિએ લેખક પરિચય આપ્યો હતો. આ પ્રસંગે કોમર્શિયલ ટેક્ષ વિભાગના ડેપ્યુટી કમિશનર બી.એમ. શ્રીમાળી, ઉદ્યોગપતિ જખાભાઇ આહીર, ગાંધીધામ મર્કનટાઇલ કોપરેટિવ બેંકના જનરલ મેનેજર સુરેશભાઇ કુંડલિયા, ગાંધીધામ ચેમ્બરના ઉપપ્રમુખ નંદલાલ ગોયલ, માનદમંત્રી મુરલીધર જગાણી, ડો. હિમાંશુ મકવાણાને અભિવાદન પ્રમાણપત્ર આપી સ્વાગત કરાયું હતું. વિમોચન પહેલાં 3000 પુસ્તકો ખરીદનારા દાતાઓને પણ પ્રમાણપત્ર અપાયા હતા, લેખક તથા મોટિવેશનલ સ્પીકર ડો. સોમૈયાએ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિમોચન સમારંભમાં આભારવિધિ પ્રકાશભાઇ શ્રીમાળીએ કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે શરદભાઇ મહેશ્વરી, આત્મારામ સૂંઢા, ગણેશભાઇ મકવાણા, ભરતભાઇ વાણિયા વિગેરેએ સહકાર આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer