માંડવી કોલેજમાં 30 વિદ્યાર્થિનીઓને એક લાખની શિષ્યવૃત્તિનું વિતરણ

માંડવી કોલેજમાં 30 વિદ્યાર્થિનીઓને એક લાખની શિષ્યવૃત્તિનું વિતરણ
માંડવી, તા. 16 : બંદરીય માંડવી શહેરની કોલેજમાં જરૂરતમંદ 30 કન્યાઓને રૂા. 1 લાખની શિષ્યવૃત્તિનું વિતરણ અમેરિકા સ્થિત માંડવીના વતનપ્રેમી દાતા દ્વારા કરાયું હતું. 12મા ધોરણ પછી વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી કન્યાઓને તેઓની શૈક્ષણિક સિદ્ધિ તથા ઓછી આવકને ધ્યાનમાં રાખીને શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની 19 વિદ્યાર્થિનીઓ અને ઝવેરબાઈ ગોકલદાસ ત્રણ ટુકર કન્યા વિદ્યાલયની 11 વિદ્યાર્થિનીઓ મળી કુલ્લ 30 વિદ્યાર્થિનીઓ કે જેઓ હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓને માતા જયાદેવી મૂળશંકર જોષીચેરિટી અમેરિકા (હસ્તે શૈલેન્દ્રભાઈ જોશી) તરફથી શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. તાજેતરમાં પ્રથમ ચરણમાં ત્રણ ટુકર કન્યા વિદ્યાલયમાં યોજાયેલા સમારોહમાં દાતા પરિવારના અમેરિકામાં રહેતા માંડવીના વતનપ્રેમી શૈલેન્દ્રભાઈ જોષીના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કન્યા વિદ્યાલયના આચાર્યા પ્રજ્ઞાબેન પોપટ, ત્રણ ટુકર વિવિધલક્ષી સ્કૂલના આચાર્ય શશિકાંતભાઈ ચાવડા, સુપરવાઈઝર વરસોલાભાઈ, ખલ્ફાન પ્રા. શાળાના વસંતભાઈ કોચરા વિ. ઉપસ્થિત રહ્યા હતા. બીજા ચરણમાં શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં સમારોહમાં શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યા હંસાબેન પંડયા, ટ્રસ્ટી અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વસંતબેન સાયલ વિ. ઉપસ્થિત રહ્યા હતા. શૈલેન્દ્રભાઈ જોષીએ શહેરની 7 પ્રા. શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટેનો તમામ ખર્ચ આપવાની જાહેરાત કરી હોવાનું શ્રી શાહે યાદીમાં જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer