ભુજની શાળામાં વાર્ષિક એવોર્ડ સાથે ઉજવણી

ભુજની શાળામાં વાર્ષિક  એવોર્ડ સાથે ઉજવણી
ભુજ, તા. 16 : અહીંની મુસ્લિમ એજ્યુ. એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત અંગ્રેજી માધ્યમિક શાળામાં વાર્ષિક એવોર્ડની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 11 ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, સફાઈ, ઈન્ટરનેટ-મોબાઈલના ખોટા ઉપયોગની વિપરિત અસરો વગેરે જેવી થીમ પર માઈમ નાટક, એકશન ગીત તથા ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ, બધાય વિભાગના સ્ટાફ સભ્યો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ મંડળના પ્રમુખ જાફરભાઈ આઈ. હિંગોરાએ બિરદાવીને આ જ રીતે વાલીઓના સાથ-સહકારની આવનાર વર્ષોમાં અપેક્ષા સહર્ષ વ્યકત કરી હતી. પ્રાથમિક અને માધ્યમિક એમ ત્રણેય વિભાગોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સુંદર અક્ષર,  રમત-ગમત તેમજ શૈક્ષણિક  વિશેષ યોગ્યતા ધરાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તથા શિસ્ત, વોલિન્ટિયર્સ, મોનીટર્સની ફરજમાં બેસ્ટ વિદ્યાર્થીઓને મેડલ્સ તેમજ સર્ટિફિકેટથી નવાજીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.યોગ્યતા ધરાવનાર બાળકોને ટ્રોફી તથા મેડલ્સ સંસ્થાના પ્રમુખ, સંસ્થાના ખજાનચી અદ્રેમાન તુર્ક, ટ્રસ્ટી અબ્દુલકરીમ મેમણ તથા ગુજરાતી માધ્યમ હાઈસ્કૂલના આચાર્ય જુસબખાન ટાંક, માધ્યમિક વિભાગના આચાર્ય મુસ્તાક એ. સૈયદ તથા અંગ્રેજી માધ્યમના આચાર્યા રઝિયાબેન એમ. મેમણના હસ્તે આપવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન મ.શિ. થેબા સબીનાબેન તથા ખત્રી સમીહાબેને કર્યું હતું. અંગ્રેજી માધ્યમના ત્રણેય વિભાગના સુપરવાઈઝર્સ નિયતિબેન કે. ઉપાધ્યાય, અલીરજા એ. ધામાની, આશિયાનાબેન સોમાણી તથા સમગ્ર સ્ટાફગણે સહયોગ આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer