ભુજ તાલુકાની 30 શાળામાં `રીચ ટુ ટીચ'' પ્રોજેક્ટ પ્રગતિમાં

ભુજ તાલુકાની 30 શાળામાં  `રીચ ટુ ટીચ'' પ્રોજેક્ટ પ્રગતિમાં
કેરા (તા. ભુજ), તા. 16 : કચ્છ નવનિર્માણના સહયોગથી રીચ ટુ ટીચ પ્રોજેક્ટ તાલુકાની 30 શાળામાં શરૂ?કરાતાં તાજેતરમાં તાલુકાનાં ભારાસર ગામે માર્ગદર્શન બેઠક યોજાઇ હતી. શિક્ષણહિતમાં વિવિધ પ્રયોગ, સકારાત્મક અભિગમ સાથે સક્રિય ભુજ તાલુકા શિક્ષણાધિકારી મહેશભાઇ પરમારના પ્રયત્નોથી 30 શાળામાં શરૂ?કરાયેલા રીચ ટુ ટીચ પ્રોજેક્ટ અનુસાર દૂરસુદૂરના ગ્રામ્ય બાળકોને શાળા સુધી પહોંચતા કરી શિક્ષણ આપવા માર્ગદર્શન અપાયું હતું. પ્રારંભે બાળકોના આધારકાર્ડ સીટિંગ, મધ્યાહ્ન ભોજન, અનાથ બાળકોની માવજત, પરિવહન સુવિધા અત્યારથી જ ઓમએમઆર શીટ આધારિત પરીક્ષાઓ યોજવા સૂચના અપાઇ હતી. શિક્ષકો-આચાર્યોને અધિકારી મહેશ પરમારે કહ્યું, શિક્ષણનો આધાર શિક્ષક ઉપર છે. એ તારે તો બધું તરે અને ડૂબાડે તો બધું ડૂબે. ભુજ તાલુકામાં સમયાંતરે ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે થયેલા પ્રયોગો માટે તાલુકા શિક્ષણાધિકારીનું વિશેષ સન્માન કરાયું હતું. ભારાસર કન્યા શાળા અને ભારાસર મિત્ર મંડળ, વિશ્રામ જાદવા વરસાણીના સંયુક્ત ઉપક્રમે આયોજનમાં તાલુકા શિક્ષક સંઘ, ગ્રુપાચાર્યો, યજમાન?શાળાના ઉત્સાહી આચાર્યા લાયચા દર્શનાબેન, બી.આર.સી. હરિભા સોઢા, પ્રોજેક્ટના મિ. થોમસ હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer