ઈન્ડિયન બેન્કની એકસાથે માધાપર, અંજાર અને મુંદરામાં શાખાનો પ્રારંભ

ઈન્ડિયન બેન્કની એકસાથે માધાપર, અંજાર અને મુંદરામાં શાખાનો પ્રારંભ
ભુજ, તા. 16 : દેશ-વિદેશમાં 2730 શાખા ધરાવતી ઈન્ડિયન બેન્કની કચ્છમાં એકસાથે માધાપર, અંજાર અને મુંદરામાં બ્રાંચ શરૂ થતાં કુલ્લ પાંચ બેન્ક જિલ્લામાં કાર્યરત  થઈ છે. અત્યંત મજબૂત સ્થિતિ સાથે અગ્રેસર રહેલી ઈન્ડિયન બેન્કની માધાપર શાખાનું તા.15મીએ ગામના અગ્રણી જાદવજીભાઈ વરસાણીના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઝોનલ મેનેજર ટી. બાલાસુબ્રહ્મણે વિદેશી ખાતેદારો સંબંધી વિગતો અંગે માહિતી એનઆરઆઈ મીટમાં આપી હતી. 50થી વધારે બિન નિવાસી ભારતીય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નરેશ દાવડાએ કયુઁ હતું. અંજાર ખાતે નવી શાખાનો આરંભ અગ્રણી નારાણભાઈ હાલાઈ તથા મહેશભાઈ વ્યાસના હસ્તે કરાયો હતો. જ્યારે મુંદરા ખાતે પણ નવી બ્રાંચ ખુલ્લી મુકાઈ હતી. કાર્યક્રમના આયોજનમાં શ્રી વ્યાસ ઝોનલ મેનેજર, ઝોનલ ઓફિસના કમલ ગનન, ભુજ બ્રાન્ચ મેનેજર શ્રીધર કાંડે, શ્રી હાલાઈ હાજર રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer