માથક ખાતે ૐ સત્સંગ ધામ આશ્રમના પાટોત્સવ ઉજવણીએ ભાવિકો ઊમટયા

માથક ખાતે ૐ સત્સંગ ધામ આશ્રમના પાટોત્સવ  ઉજવણીએ ભાવિકો ઊમટયા
માથક (તા. અંજાર), તા. 16 : અહીંના ૐ સત્સંગ ધામ આશ્રમનો 19મો પાટોત્સવ ઉજવાયો હતો. સંઘડ રોડ સ્થિત આશ્રમે સવારે દીપ પ્રાગટય ગુરુજી રામાધાર બાપુ (વીડી) એ કર્યું હતું. મંગળા આરતી બાદ ધ્વજારોહણ, વિશ્વકલ્યાણ અર્થે સમૂહ પ્રાર્થના સરસ્વતીના મંદિરે કરાઇ હતી. કુંવર માતાજી (ચકાર)એ ગુરુ મહાત્મય સમજાવ્યું હતું. નિરાંત સંપ્રદાયના શામજીભાઇએ જીવન જીવવાનો સુદ્ધઢ માર્ગ બતાવ્યો હતો. રૂખીબેન (અંજાર) બાબુભાઇ આહીર (ભીમાસર) માદાભાઇ કોવાડીઆ (સંઘડ) તથા નામી-અનામી હરિભકતોને સંતવાણીમાં રાત્રે તબલાની સંગત જગન્નાથ બાપુએ આપી હતી. ગીતાનાથમાતાજી, ધીરૂભાઇ માતંગ, નારાણગિરિબાપુ, દામજીબાપુ, વાસુભાઇ વિ.એ આર્શીવચનો પાઠવ્યા હતા. દર વરસે આ ઉત્સવ યોજાતો હોવાનું આશ્રમના મહંત ડો. જયસુખરામ મહારાજે જણાવ્યું હતું. આભાર વિધિ ડો. ભરત રાજગોરે કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer