નરાના આત્મહત્યાના કેસમાં સાસુના આગોતરા રદ કરાયા

ભુજ, તા. 16 : લખપત તાલુકાના નરા ગામે ભાવનાબેન વાલજી નામની પરિણીતાના આપઘાત કેસમાં તેની સાસુ ગોરબાઇ હરજી ખોખરની આગોતરા જામીનની અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી.  અત્રેના ચોથા અધિક સેશન્સ જજ એલ.જી. ચૂડાસમા સમક્ષ આ આગોતરા જામીનની સુનાવણી થઇ હતી. બંને પક્ષને સાંભળી તેમણે અરજી રદ કરી હતી. આ પછી પોલીસે ગોરબાઇની ધરપકડ કરી હતી અને બાદમાં તેને પાલારા જેલહવાલે કરાઇ હતી. આ પ્રકરણમાં સાસુ ઉપરાંત પતિ, સસરા હરજી અને દિયર ધનજી સામે ફરિયાદ લખાવાઇ હતી. આગોતરાની સુનાવણીમાં સરકારી વકીલ તરીકે ડી.જે. ઠક્કર તથા ફરિયાદ પક્ષે હેમાસિંહ ચૌધરી અને દીપક ઉકાણી રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer