પદ્ધરમાં ટ્રકમાંથી બેટરીની ચોરીનો બીજો આરોપી પકડાયો

ભુજ, તા. 16 : તાલુકાના પદ્ધર ગામે પાર્ક કરાયેલી ટ્રકમાંથી રૂા. બાર હજારની કિંમતની બે બેટરીની ચોરી થવાના કેસમાં પોલીસે બીજા આરોપી કાઢવાંઢ (ખાવડા)ના હનીફ હસણ સમાની પણ ધરપકડ કરી હતી. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ જે તે સમયે આ કેસનો એક આરોપી પકડાયો હતો. દરમ્યાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ભુજમાં ભીડનાકા બહાર આવેલી હોટલ ખાતેથી હનીફ સમાને પકડયો હતો અને બાદમાં તેને પદ્ધર પોલીસના હવાલે કર્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer