કોઠારા નજીક ટ્રક હડફેટે બાઇકના ચાલકનું મૃત્યુ

નલિયા (તા. અબડાસા), તા. 16 : અબડાસામાં આજે સવારે 11-30 વાગ્યા આસપાસ કોઠારા પુલિયા પાસે ટ્રક સાથે મોટરસાઇકલ અથડાતાં દ્વિચક્રી વાહનના ચાલકનું તત્કાળ મૃત્યુ થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોટરસાઇકલ  જી.જે. 12 બીએફ 9526થી કોઠારાથી પ્રજાઉ પોતાના ઘેર જઇ રહેલા રામકુમાર આશારામ ચૌધરી (ઉ.વ. 50) સાથે નલિયા રોડ તરફથી આવી રહેલી ટ્રક નં. જી.જે-12 એ-7 9221 અથડાતાં બાઇકસવાર એવા રામકુમારને ગંભીર ઇજાઓ થઇ હતી. તેને વધુ સારવાર અર્થે નલિયા રેફરલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.  ફરિયાદ પ્રજાઉના વીરેન્દ્રસિંહ દિલીપકુમાર ચૌધરીએ કોઠારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.  તપાસ શકુરભાઇ સમા (એ.એસ.આઇ) ચલાવી રહ્યા છે. અકસ્માત બાદ ચાલક ટ્રક છોડી નાસી છૂટયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer