ગાંધીનગરમાં કચ્છ મિત્ર મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

ગાંધીનગર, તા. 16 : અહીંના કચ્છમિત્ર મંડળ દ્વારા તાજેતરમાં સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા પ્રમાણે આયોજિત આ સમારોહમાં મોટી સંખ્યામાં કચ્છીઓ ઉપસ્થિત રહે છે અને પોતાની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરે છે. આ સાજે તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવે છે. કાર્યક્રમમાં ધો. 1થી અનુસ્નાતક કક્ષા સુધીના ઉજ્જવળ પરિણામ લાવનારા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું અને રોકડ પુરસ્કાર અપાયા હતા. મંડળ પ્રમુખ માવજીભાઈ રંગાણી, સુનિલ ધેટલી, રિધ્ધિશ જોષી અને લચ્છુભાઈ બોરાના હસ્તે ઈનામો અપાયા હતા.સ્વ. અંબરિષભાઈ મહેતાના સ્મરણાર્થે તેમના પુત્ર ચેતન મહેતા તરફથી દર વર્ષે અપાતો 'આઉટસ્ટેન્ડિંગ એચીવમેન્ટ કચ્છી ઓફ ધ યર'નો એવોર્ડ કુ. દેવાંશી ભાવેશભાઈ પટેલને પ્રાપ્ત થયો હતો. મૂળ વતન કરબોઈની કુ. દેવાંશીએ સ્કેટીંગ અને રોલબોલની રમતમાં રાજય અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમાંક  મેળવ્યો હતો. જે એવોર્ડ શિલ્પા મહેતા અને સંગઠન મંત્રી વર્ષા મહેતાના હસ્તે અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ સંઘવી અને આભારવિધિ મંડળના મંત્રી નિલેન્દુભાઈ વોરા દ્વારા કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુ. અવનિ મહેતા, દર્શન માલી, કુ. આયુષી આચાર્ય, કુ. વૈશાલી પ્રજાપતિ, કુ. નંદિની મકવાણા, વિધિ ગઢવી, ધાર્મિક ગઢવી, મૃદંગ રાણા, કુ. જાસ્મીન વોરાએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. મહિલા પાંખે બેટી બચાવો નાટક રજૂ કર્યું હતું. નાટકમાં અંજનાબેન ભટ્ટ, મનીષાબેન ત્રિપાઠી, પ્રજ્ઞાબેન જોષી, શિલ્પા મહેતાએ ભાગ લીધો હતો.કલાકાર ભાઈ બહેનોને પૃથ્વી શાહ અને લચ્છુભાઈ બોરા તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer