આદિપુરમાં યુવાદિન નિમિત્તે છાત્રો દ્વારા યોજાઈ રેલી

ગાંધીધામ, તા. 16 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર શાખા દ્વારા યુવાદિન નિમિત્તે મહારેલી યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યુવાદિનની ઉજવણી અંતર્ગત તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી મદનસિંહ ચોક, ભગતસિંહ ચોક થઈ આર.પી. પટેલ શાળા સુધી મહારેલી યોજાઈ હતી. જેમાં સરસ્વતી વિદ્યામંદિર, અંતરજાળ, મૈત્રી મહાવિદ્યાલય, આર.પી. પટેલ શાળા તથા વિદ્યાર્થી પરિષદના કાર્યકરો જોડાયા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જુદી-જુદી કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં આર.પી. પટેલ શાળાના આચાર્ય પી.પી. દવે, મુખ્ય વકતા વસંતભાઈ ગઢિયા, શાખા અધ્યક્ષ ડો. ભાવેશભાઈ ભટ્ટે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આભારવિધિ શાખાના નગરમંત્રી કિરણભાઈ આહીરે કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer