છ પરિવારે એકના એક લાડકવાયા ગુમાવ્યા

છ પરિવારે એકના એક લાડકવાયા ગુમાવ્યા
જેતપુર, તા.15: કચ્છના ગોઝારા અકસ્માતની કરૂણતા એ છે કે, મૃત્યુ પામેલા નવ યુવાન પૈકી છ યુવાન એકના એક પુત્ર હતાં. કચ્છના અકસ્માતની કરૂણતા એ છે કે, નવ યુવાન પૈકી છ યુવાન તેના પરિવારના આધાર સ્થંભ હતાં અને માવતરના એકના એક લાડકવાયા હતાં.  મૃતક હાર્દિક બાંભરોલિયા ડ્રાઇવીંગની સાથે ખેતી કરીને પરિવારને મદદરૂપ થતો હતો, રાજ સેંજલિયા મોરબી ખાતેના સીરામિક કંપનીમાં નોકરી કરતો હતો, મિલન કોટડિયા જેતપુરમાં મતવા શેરીમાં ગોપી સિલ્વર નામની દુકાનમાં ચાંદીનું કામ કરતો હતો, વિજય ડોબરિયા મોરબીમાં સીરામિકમાં નોકરી કરતો હતો, પ્રશાંત કાછડિયા સાડીનું કારખાનુ ચલાવતો હતો  અને જયદીપ બુટાણી પણ પોતાનું સાડીનું એકમ સંભાળતો હતો. આ છયે યુવાન એકના એક પુત્ર હતાં. તેમના મૃત્યુના કારણે પરિવારોએ આધાર સ્થંભ ગુમાવ્યા હતાં. તેમના પરિવારજનોનું આક્રંદ પથ્થર હૃદયના માનવીની આંખમાં પણ પાણી લાવી દે તેવું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer