આહીરપટ્ટી, પાવરપટ્ટી, બન્નીમાં બેરોકટોક વન્યપ્રાણીનો શિકાર

આહીરપટ્ટી, પાવરપટ્ટી, બન્નીમાં બેરોકટોક વન્યપ્રાણીનો શિકાર
ભુજ, તા. 15 : આહીરપટ્ટી, પાવરપટ્ટી અને બન્ની વિસ્તારમાં વન્યપ્રાણીની થતી શિકારની હિંસક પ્રવૃત્તિ અટકાવવા લોડાઈ વિભાગ આહીર સમાજે માંગ કરી હતી.  પ્રમુખ રૂપા રામજી અને શામજી આહીરની આગેવાની હેઠળ સંખ્યાબંધ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, લાંબા સમયથી જંગલોમાં નાના વરનોરાના કુખ્યાત કેટલાક ઈસમો ગેરકાયદે હથિયારો ધરાવે છે.   વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે, તાજેતરમાં સુમરાસર ગામની વ્યક્તિને બંદૂકના બટથી માર માર્યો હતો. ભુજ, ભચાઉ રોડથી લઈ ભુજ-ખાવડા રોડથી લઈ લોરિયા થઈને નિરોણા થઈ હાજીપીરનો જે રસ્તો જાય છે ત્યાં રાત્રિના ખુલ્લી જગ્યામાં ભયનું વાતાવરણ ઊભું કરવાના ઈરાદે હરણ, સસલા, તેતર, કુંજ અને નીલગાયના શિકાર થાય છે. તેને રોકવાનો પ્રયાસ કરનારને ફાયરિંગ કરીને ધમકાવાય છે. આવા ઈસમો સામે તત્કાળ પગલાંની માંગ કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer