કચ્છના તમામ છ ધારાસભ્યોનું આજે ગાંધીધામ ચેમ્બરમાં સન્માન

ગાંધીધામ, તા. 15 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા. 16-1ના સાંજે 5 વાગ્યે ચેમ્બર ભવન ખાતે કચ્છ જિલ્લાના તમામ ચૂંટાયેલા નવા ધારાસભ્યોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વાસણભાઇ આહીર, ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠિયાને સન્માનવામાં આવશે. આ વેળાએ સંકુલની તમામ સામાજિક સંસ્થાઓ, વ્યાપારી મંડળો તથા ચેમ્બરના સભ્યોને ઉપસ્થિત રહેવા પ્રમુખ  બાબુભાઇ હુંબલે અનુરોધ કર્યો છે એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer