રણકાંધીએ ત્રણ કિલોમીટર લાંબી વીજલાઇન ચોરનારી ટોળકી અંતે કાયદાના સકંજામાં

રણકાંધીએ ત્રણ કિલોમીટર લાંબી વીજલાઇન ચોરનારી ટોળકી અંતે કાયદાના સકંજામાં
ભુજ, તા. 13 : તાલુકામાં રણકાંધીએ ધોરડોથી ઉડો અને સીમિયાડો તરફની વિદ્યુત લાઇનમાંથી રૂપિયા સવા છ?લાખની માલ-સામગ્રીની ચોરી કરનારા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.આજે રાત્રે આ ગુનાશોધન વિશે વિગતો જાહેર કરતાં પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા ચાર તહોમતદારોમાં જુણા ગામના મુસા અલીમામદ સમા, ખાવડાના હારૂન ઉર્ફે ભુટ્ટો, રાયબ સમા, તુગાના અયુબ મુસા સમા અને ભુજના ગફુર હારૂન સમાનો સમાવેશ?થાય છે. આ ઇસમો પાસેથી ચોરાઉ?માલ-સામગ્રી હસ્તગત કરવા માટેના ખાવડા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ સૂત્રોએ વધુ માહિતી આપતાં લુડિયા ગામના ત્રણ રસ્તા પાસેથી જીપમાં આવી રહેલા આ ચાર ઇસમોને તપાસનીશ?ખાવડા ફોજદાર એમ. કે. ચૌધરી અને સ્ટાફના સભ્યોએ ઝડપી પાડયા હતા. આ સમયે તહોમતદારો ચોરાઉ માલને બોલેરો પીકઅપ જીપમાં નાખીને વેચાણ માટે ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે તેમને પકડી પડાયા હતા. બહાર આવેલી વિગતો મુજબ આ ઇસમોએ રૂપિયા સવા છ લાખની ચોરી સાથે વિદ્યુતતંત્રને રૂપિયા એકાદ લાખનું નુકસાન પણ તેમના કૃત્યથી કર્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer