સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતની વળતી લડત

સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતની વળતી લડત
સેન્ચુરિયન, તા. 13 : અહીં બીજી ટેસ્ટના પહેલા દિવસે આજે દક્ષિણ આફ્રિકા એક તબક્કે ત્રણ?વિકેટે 246 રનની સ્થિતિમાં મહાલતું હતું પણ?ત્યારબાદ અશ્વિનના વડપણ હેઠળ બોલરોએ વળતી લડત આપતાં ભારતે વાપસી કરી હતી અને દિવસના અંતે ગૃહટીમે 6 વિકેટે 269 રન કર્યા હતા. અશ્વિને 90 રનમાં 3 વિકેટ?ખેરવી હતી, તો બે ક્રિકેટર રનઆઉટ થયા હતા. માર્કરમે 94 તો આમલાએ 82 રન કર્યા હતા. ડુ પ્લેસીસ 24 રને તથા મહારાજ 10 રને દાવમાં છે. ભારતે આજે શિખર ધવનના સ્થાને લોકેશ?રાહુલને તક આપી હતી પણ રોહિત શર્મા પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો હતો. જો કે, આશ્ચર્યજનક રીતે ભુવનેશ્વર કુમારના સ્થાને ઇશાંત શર્માનો સમાવેશ કરાયો હતો. બીજી ટેસ્ટમાં ટોસ જીત્યા બાદ મેદાન પર ઊતરેલી યજમાન ટીમની શરૂઆત સારી રહી હતી. ચા વિરામ સુધીમાં 182 રને બે વિકેટ ખોઇ દેનાર દ. આફ્રિકા વતી માર્કરમ અને આમલાએ ક્રીઝ પર જામી જતાં સ્કોરબોર્ડને ગતિ આપી હતી. પહેલી ટેસ્ટમાં હારનો બદલો વાળીને જીતના જુસ્સા સાથે બોલિંગ કરી રહ્યો હોય તેમ આર. અશ્વિને મોરચો સંભાળી લેતાં જામી ગયેલા માર્કરમની મહત્ત્વપૂર્ણ વિકેટ સહિત કુલ્લ ત્રણ વિકેટ?ખેરવી હતી. ભુવનેશ્વરકુમારના સ્થાને પસંદ કરાયેલા ઇશાંત શર્માએ એક વિકેટ લેતાં એ.બી. ડિ'વિલિયર્સને માત્ર 20 રને પેવેલિયનમાં મોકલી આપ્યો હતો. બુમરાહ અને શમી વિકેટ લેવાના મામલે નિષ્ફળ રહ્યા હતા. આમલા અને માર્કરમે બીજી વિકેટ માટે 63 રન ઉમેર્યા હતા. દરમ્યાન, મોહમ્મદ શમીને ચાલુ રમતે માથાનો દુ:ખાવો થતાં સારવાર માટે ડ્રેસિંગ રૂમમાં ગયો હતો. જો કે, પછી મેદાન પર પાછો પણ ફર્યો હતો. 
  સ્કોરબોર્ડ  દક્ષિણ આફ્રિકા : એલ્ગર-કો. વિજય બો. અશ્વિન-31, માર્કરમ-કો. પટેલ બો. અશ્વિન-94, આમલા-રનઆઉટ-82, ડિ'વિલિયર્સ-બો. શર્મા-20, પ્લેસીસ-દાવમાં-24, ડિકોક-કો. કોહલી બો. અશ્વિન-0, ફિલાન્ડર-રનઆઉટ-0, મહારાજ-દાવમાં-10, વધારાના-10, કુલ્લ-6 વિકેટે 269.  વિકેટપતન : 1/85, 2/148, 3/199, 4/246, 5/250, 6/251.  બોલિંગ : બુમરાહ : 18-4-57-0, શમી : 11-2-46-0, શર્મા : 16-3-32-1, પંડયા : 14-4-37-0, અશ્વિન : 31-8-90-3. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer