ત્રીજી વનડેમાં પાકને કારમી હાર આપતું કિવી

ત્રીજી વનડેમાં પાકને કારમી હાર આપતું કિવી
ડયુનેડિન,તા. 13 : ડયુનેડિન ખાતે આજે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પર 183 રને ભવ્ય જીત મેળવી હતી. 258ના લક્ષ્ય સામે પ્રવાસી પાકિસ્તાનની ટીમ માત્ર 74 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે કિવીઝે 3 વિ.0ની અજેય સરસાઇ સાથે શ્રેણી કબજે કરી હતી. પાકિસ્તાને મેન ઓફ ધ મેચ ટ્રેન્ટ બોલ્ટ (17 રનમાં પાંચ વિ.)ના તરખાટ સામે એક વખતે આઠ વિકેટ માત્ર 32 રનમાં ગુમાવી દીધી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે તેના વનડેના સૌથી ઓછા જુમલા પર આઉટ થઇ જશે. જો કે કેપ્ટન સરફરાજ અહેમદ અને મોહમ્મદ આમીરે ઇજ્જત બચાવી લેવામાં સફળતા મેળવી હતી. આ બન્નેએ 14-14 રન કર્યા હતા. અગાઉ ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવા માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 257 રન કર્યા હતા.  ન્યૂઝીલેન્ડ તરફથી અગાઉ કેપ્ટન વિલિયમસને 73 અને રોસ ટેલરે બાવન રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડે હવે 3-0ની લીડ મેળવી  લીધી છે. શ્રેણી પણ જીતી લીધી છે.  નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer