16મીથી 32 ટીમ વચ્ચે જામશે કચ્છમિત્ર એન્કરવાલા કપનો જંગ

16મીથી 32 ટીમ વચ્ચે જામશે  કચ્છમિત્ર એન્કરવાલા કપનો જંગ
ભુજ, તા. 13 : ઊભરતા ક્રિકેટરોને સિઝન દડાની રમતનો અનુભવ અને સારું પ્લેટફોર્મ મળે એ ઉદ્દેશથી કચ્છમિત્ર દ્વારા આયોજિત અને કચ્છ ક્રિકેટ એસોસીએશન (કે.સી.એ.) દ્વારા સંચાલિત કચ્છમિત્ર એન્કરવાલા કપ ક્રિકેટ સ્પર્ધાનો 16મી જાન્યુઆરીથી આરંભ થશે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં આ વખતે 32 હાઇસ્કૂલની ટીમો ભાગ લઇ રહી છે. ભુજના ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ અને માધાપરના ક્રિષ્ના મેદાન પર રમાશે. 10 દિવસ સુધી કચ્છમાં ક્રિકેટ ફિવર ફેલાવીને 25મી જાન્યુઆરીએ ફાઇનલ જંગ ખેલાશે. ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપરાંત માધાપર-અંજાર હાઇવે પર હોટલ તુલસીની બાજુમાં અમૃતજલની પાછળ ક્રિષ્ના ગ્રાઉન્ડમાં મેચો જામશે. આ અન્ડર-16 સ્પર્ધાના તરુણ ક્રિકેટરોને પ્રોત્સાહન માટે કચ્છની પરંપરા મુજબ દાતાઓ આગળ આવી રહ્યા છે. સમગ્ર સ્પર્ધામાં બોલના દાતા અરજણભાઇ દેવજી ભુડિયા, મેન ઓફ ધ મેચના ટી-શર્ટના દાતા યદુનંદન ડેવલોપર્સ-શામજીભાઇ બાલાસરા (માધાપર), સમગ્ર સ્પર્ધામાં ખેલાડીઓને નાસ્તો વિનોદભાઇ પુરુષોત્તમ સોલંકી-શ્રીરામ મિનરલ્સ તરફથી અપાશે. સ્પર્ધાના બેસ્ટ બોલર, મેન ઓફ?ધ?સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ મેચ ફાઇનલને મોમેન્ટો હિતેશ ચત્રભુજ ઠક્કર (ચેરમેન ભુજ કોમર્શિયલ બેન્ક) તરફથી અપાશે.     

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer