મોટા કપાયા નજીક ટ્રેઇલર સાથે અકસ્માતમાં બે બાઇક સવાર યુવાન ઘવાયા

ભુજ, તા. 13 : મુંદરા નગરની ભાગોળે મોટા કપાયા ગામ નજીક સેફાયર હોટલ પાસે ટ્રેઇલર સાથેના અકસ્માતમાં બાઇક ઉપર સવાર બે યુવાન ઘવાયા હતા. ગુરુવારે બપોરે થયેલા આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર  મહેશભાઇ અને વિશાલભાઇ જખમી થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ કિસ્સામાં બેકાબૂ બનેલું ટ્રેઇલર રસ્તો ઊતરીને ગેરેજની બહાર ઊભેલી ગાડીઓમાં પણ અથડાયું હતું. આ બનાવ બાદ ચાલક ટ્રેઇલર છોડીને નાસી ગયો હતો. તેની સામે મુંદરાના દામજી વિશ્રામ લિંબાણીએ ફરિયાદ લખાવી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer