ગુરનારની હત્યા પરપ્રાંતીએ ડરના માર્યા કરી હોવાનું ગણતરીના કલાકોમાં જ ખુલ્યું

ગુરનારની હત્યા પરપ્રાંતીએ ડરના માર્યા  કરી હોવાનું ગણતરીના કલાકોમાં જ ખુલ્યું
ભુજ, તા. 13 : કચ્છમાં ઘોરખોદિયાના અને ગુરનારના નામે ઓળખાતું અને નાના બાળકોને ઉઠાવી જતું હોવાના આક્ષેપથી બદનામ નિર્દોષ વન્ય પ્રાણીની અંજાર તાલુકાનાં ખેડોઇ-મથડા વચ્ચે વાડી વિસ્તારમાં થયેલી નિર્દયી હત્યાનો ભેદ વનતંત્રએ 24 કલાકમાં જ ઉકેલીને મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરતાં જંગલ ખાતાને ગૂંચવે તેવું કોકડું ઉકેલાઇ?ગયું છે. હવે રિમાન્ડ દરમ્યાન વધુ વિગતો બહાર આવે તેવી પણ?તંત્રને આશા છે. પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રવીણસિંહ વિહોલે આ સંદર્ભે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના ધાર તાલુકાના માલપુરિયા ગામના કેલસિંહ નુરા ભીલે આ ગુરનારને માર્યો હોવાનું વનતંત્રએ કલાકોમાં માત્ર?મોબાઇલમાં ગુરનારના મૃતદેહની તસવીરો પરથી પકડી પાડયું છે. આરોપીની ધરપકડ?થઇ?ગઇ?છે, ગુનો પણ કબૂલી લીધો છે અને દાટી નાખેલો મૃતદેહ પણ કાઢી આપ્યો છે. આ કૃત્ય હત્યા છે કે શિકાર તે અંગેના પ્રશ્નના ઉત્તરમાં ડી.એફ.ઓ.એ જણાવ્યું હતું કે, અંજાર આર.એફ.ઓ. શ્રી વાઘેલાએ કલાકોમાં કોઇપણ હિન્ટ વગર આરોપીને ઝડપ્યો છે, તેની પ્રાથમિક પૂછપરછમાં ગુરનારથી ડરીને તેણે માર્યો હોવાનું કબૂલ્યું છે. મથડાની વાડીમાં પોતાના સંતાનો ખેતમજૂરી કરે છે અને પોતે એકાદ સપ્તાહ પહેલાં જ તેમની પાસે આવ્યો છે તેવું કહેતાં આરોપીએ કરેલી કબૂલાત અનુસાર સવારે છ?વાગ્યે (તા. 8/1) કુદરતી હાજતે ગયો ત્યારે આ રાની પશુ તેની નજીક આવી ગયું. બે પગે માણસની જેમ ચાલતા જીવને જોઇને ડરી ગયેલા કેલસિંહે પથ્થરનો છૂટો ઘા મારી ગુરનારનો સામનો કર્યો અને ઘાયલ જીવ હુમલો કરશે તેવી બીકમાં પથ્થરો મારી મારીને સાવ મારી નાખ્યો. વનવગડામાં રહેવા ટેવાયેલા આ આરોપીને બીજા દિવસે કોઇની હત્યાનો પસ્તાવો થયો તેથી જ્યાં મૃતદેહ પડયો હતો ત્યાં ગયો અને દોરી બાંધી મૃતદેહને ખાડામાં દાટી નિકાલ કર્યો. જે જગ્યાએ તેણે મૃતદેહ દાટયો હતો તે પણ બતાવી દેહ પણ કાઢી આપ્યો જેનું પોસ્ટમોર્ટમ પણ થઇ ગયું. ડી.એફ.ઓ. શ્રી વિહોલના જણાવ્યાનુસાર ગુરનાર કોઇ માનવીને નુકસાન પહોંચાડતું નથી, તે મૃતદેહ ચૂંથે છે પણ માણસથી ડરે છે તેથી બાળકો ઉઠાવી જતું હોવાની વાત જ વાહિયાત છે. આરોપીને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવશે. ગુરનાર એ વનતંત્રના કાયદા અનુસાર શિડયુલ્ડ-1નું પ્રાણી છે અને તેને નુકસાન પહોંચાડનારને ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer