બાળકોની વચ્ચે તહેવારો ઊજવવાનો અનોખો આનંદ

બાળકોની વચ્ચે તહેવારો ઊજવવાનો અનોખો આનંદ
ભુજ, તા. 13 : ડો. કવિતા (મીરાં) સચદે મેમો. ચેરિ. ટ્રસ્ટ તથા સત્યમ્ મિત્રમંડળ દ્વારા મકરસંક્રાતિને અનુલક્ષીને આજે શહેરની 2 શાળાઓમાં બાળકોને પતંગ, ફીરકી તથા અલ્પાહાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર જ્યારે પતંગોત્સવો ઉજવી રહી છે ત્યારે ભુજની શાળા નં. 9 પીઠાવાળી સ્કૂલ તથા શાળા નં. 12 વાલ્મીકિ વિદ્યામંદિરમાં ટ્રસ્ટના ચેરમેન શંકરભાઈ સચદે, વરુણ સચદે, દર્શક અંતાણી, રશ્મિકાંત પંડયા, હસુ ઠક્કર, અનવર નોડે તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બાળકો તથા બાલિકાઓને પતંગ, ફીરકી તેમજ કચ્છની પ્રખ્યાત દાબેલી તથા તલની ચિક્કી અલ્પાહાર સ્વરૂપે અપાયા હતા. આ પ્રસંગે શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા દ્વારા દરેક તહેવારો જેવા કે મકરસંક્રાંતિ, ધુળેટી તેમજ દિવાળીના અરસામાં આવી શાળાઓમાં પતંગો, ફીરકી, કલર, પિચકારી તેમજ ફટાકડાઓનું વિતરણ ડો. કવિતા (મીરાં)ની સ્મૃતિમાં કરાય છે, આ? તબીબને નાના ભૂલકાઓ પ્રત્યેનો જે તહેવાર પ્રેમ હતો તેને અમારી સંસ્થા છેલ્લા 20 વર્ષથી ઉજવે છે.  આ પ્રસંગે બન્ને શાળાઓના આચાર્યો, શિક્ષકો અને સ્ટાફગણે વ્યવસ્થા સંભાળી હતી. જ્યારે શ્રી ડોડિયા તથા શ્રી ધોળકિયાએ સહકાર આપ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer