માંડવીમાં જરૂરતમંદ મહિલાઓ અને બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું

માંડવીમાં જરૂરતમંદ મહિલાઓ અને બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું
માંડવી, તા. 13 : માંડવીના જીવદયા ગ્રુપના ઉપક્રમે તાજેતરમાં ઠંડીથી રક્ષણ આપવા માટે માનવસેવાનું કાર્ય હાથ ધરાયું હતું. સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શશિકાંત શેઠના પ્રમુખસ્થાને અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના અતિથિવિશેષપદે યોજાયેલા કાર્યક્રમમાં માંડવીના જરૂરતમંદ 240 બાળકો અને મહિલાઓને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. આ સેવાકાર્ય માટે વાડીલાલભાઈ દોશી, ચંદુભાઈ ભાનુશાલી, પારસભાઈ સંઘવી, ડો. પારૂલબેન ગોગરી, રોહિતભાઈ બાબરિયા, હમીદભાઈ ખત્રી, ભાવેશભાઈ સોની, શશિકાંતભાઈ શેઠ, મલયભાઈ લાલન અને જીગુભાઈ કષ્ટા વગેરેએ આર્થિક સહયોગ આપ્યો હતો. સંસ્થાના મંત્રી ડેનિસભાઈ ગોગરી, ખજાનચી દિપેશભાઈ ચાવડા, કાઉન્સિલર વૈશાલીબેન ગણાત્રા, યોગેશભાઈ જોષી અને જેન્તીભાઈ પટ્ટણી ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer