ચોખા ચોરી : ભુજનો વેપારી એક દિવસના રિમાન્ડમાં

ગાંધીધામ, તા. 13 : કંડલા ગાંધીધામ માર્ગ પર આવેલા ખાનગી ગોદામમાં લાખોની કિંમતના ચોખાની થયેલી ચોરીના  પ્રકરણમાં ઝડપાયેલા ભુજના વેપારીના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ચોખા ચોરીના આ કેસમાં બી-ડિવિઝન પોલીસે ભુજ જથ્થાબંધ બજારમાં સ્તુતિ માર્કેટના નામે પેઢી ચલાવતા પ્રતીક ઠક્કરની ધરપકડ કરી હતી. તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે વધુ કડીઓ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer