અંજારમાં ધાણીપાસાનો જુગાર રમતા બે ઝડપાયા : બે ફરાર

ગાંધીધામ, તા. 13 : અંજારમાં જુગાર રમતા બે શકુનિશિષ્યોને પોલીસે પાંજરે પૂર્યા હતા, જ્યારે બે શખ્સો નાસી છૂટયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પોલીસે વિજયનગર ખાતે સાંજના અરસામાં કાર્યવાહી કરી હતી. જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા આરોપીઓ દાઉદ જુસબ શેખ અને રહીમ શાહબુદ્દીન ખોજાને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે દિનેશ ઉર્ફે દિનિયો દેવીપૂજક અને અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયા હતા. પડમાંથી રોકડા રૂા. 5550 કબ્જે કરાયા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer