સરગુ પાસે સરકારી જીપકાર ઊથલતાં પાંચ જણ ઘવાયા

ભુજ, તા. 13 : તાલુકામાં પચ્છમ વિસ્તારમાં સરગુ ગામ નજીક આજે સંધ્યા સમયે બોલેરો જીપકાર ઊથલી પડતાં સર્જાયેલા અકસ્માતમાં સરકારી જમીનની માપણીના કામ અર્થે નીકળેલા પાંચ સરકારી કર્મચારીઓને હળવી ઇજાઓ થઇ હતી.  સામાન્ય અને છોલછાંભ જેવી ઇજાઓ પામનારા આ પાંચ સરકારી કર્મચારીમાં દિલીપભાઇ ભાનુશાલી, દિલુભાઇ પટેલ, કપિલભાઇ પિત્રોડા, સંજય ગોહિલ અને સંજય ગામીનો સમાવેશ થાય છે. આ તમામને ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઇ હતી. બનાવની જાણ થતાં ખાવડાથી બે 108 એમ્બ્યુલન્સ પાયલોટ ઉદયભાઇ અને આશિષભાઇ તેમજ ઇ.એમ.ટી. જીતુભાઇ અને ચેતન જેઠવા સ્થાનિકે પહોંચ્યા હતા અને તેમણે ઘાયલોને ખાવડા ખસેડયા હતા, તેવું 108ના જિલ્લા અધિકારી જયેશ કરેણાએ જણાવ્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer