બિદડામાં સ્વાગત દ્વારનું ઉદ્ઘાટન થયું

બિદડામાં સ્વાગત દ્વારનું ઉદ્ઘાટન થયું
માંડવી, તા. 13 : કચ્છી બિદડા વીસા ઓસવાળ જૈન દેરાવાસી સંઘ દ્વારા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાના હસ્તે સંઘ તરફથી નિર્માણ પામેલા નવનિર્મિત ગેટ-સ્વાગત દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ.પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રસાગરજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજીઓએ નિશ્રા પ્રદાન કરી તેમજ સરપંચ સુરેશભાઇ સંઘાર, મહાજનના હોદ્દેદારો, મુંબઇગરાઓ  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  ઉદ્ઘાટન બાદ વાજતે-ગાજતે સાજન-મહાજન સાથે માંડવી-મુંદરા હાઇવે પર સંઘાર બોર્ડિંગના પટાંગણમાં દાતા પરિવારનું સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું. સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં પૂર્ણભદ્રસાગરજી મ.સા.એ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ભારતની પ્રજામાં રહેલા છે. જેઠણાંધ ટાઇયા પરિવારની ધર્મ ભાવના તેમજ કચ્છી પ્રજાના ખમીરને બિરદાવ્યા હતા.  પાંચ દિવસ પંચાન્હિકા મહોત્સવ પ.પૂ. ચારૂધર્માશ્રીજી મ.સા.ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેઠણાંધ ટાઇયા પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા. હરખચંદભાઇ તલકશી દેઢિયાએ પરિવારનું સન્માન સ્વીકારવાથી  પહેલાં બિદડા પાંજરાપોળના અબોલ જીવો માટે જીવદયાની રકમ લખાવવા અપીલ કરતાં રૂા. પાંચ લાખ જેટલી રકમ દાતાઓએ દાન આપી પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું. જયંતીલાલભાઇ દેઢિયાની પુત્રી વિરલબેનની દીક્ષા કાંદિવલી મધ્યે તા. 22/1ના હોવાની જાહેરાત કરાઇ હતી દાતા પરિવારનું જયાબેન, હંસાબેન અને મણિબાઇએ હરખચંદભાઇનું પ્રવીણભાઇ અજાણી, કેશવજીભાઇ મારૂ, નાનજી વેલજી છેડા, વિશનજીભાઇ મારૂ વિગેરેએ  બહુમાન પત્ર દેરાવાસી સંઘના સર્વે ટ્રસ્ટીઓએ અર્પણ કરી બહુમાનપત્રનું વાંચન જયંતભાઇએ કર્યું હતું. રામજી શામજી ધરોડ, સુરેશભાઇ સંઘાર, નાનજી વેલજી છેડા, વિજયભાઇ છેડા, વિશનજીભાઇ મારૂ, જયંતીભાઇ દેઢિયા, દામજીભાઇ શામજી, પ્રવીણભાઇ અજાણી, કેશવજીભાઇ મારૂ, જયંતભાઇ મારૂ, હરખચંદભાઇ, મણિબાઇ, માતા સાકરબાઇ હરશી, દિનેશભાઇ દેઢિયા, નરેશભાઇ નંદુ, મૂલચંદ સાવલા, સુમતિભાઇ મહેતા, હીરાલાલ સાવલા વિગેરે મંચસ્થ રહ્યા હતા.  સ્વાગત પ્રવચન જયંતભાઇ મારૂએ કરેલું.  સંચાલન અને આભારવિધિ ચંદ્રકાંતભાઇ દેઢિયાએ કર્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer