ચારણ સમાજમાં શિક્ષણ-સંગઠન અનિવાર્ય

ચારણ સમાજમાં શિક્ષણ-સંગઠન અનિવાર્ય
કોડાય (તા. માંડવી), તા. 13 : ભુજ ખાતે ચારણ?છાત્રાલયના વિકાસ માટે અને અખિલ કચ્છ ચારણ સભા માંડવી તેમજ ટ્રસ્ટ દ્વારા થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી મોટી ખાખર ચારણ સમાજ દ્વારા 3.25 લાખનું દાન અપાયું હતું.મોટી ખાખર ચારણ સમાજના વિવિધ દાતા- શ્રેષ્ઠીઓએ શૈક્ષણિક પ્રગતિ માટેના અખિલ કચ્છ ચારણ સમાજ અને લક્ષ્મણ રાગ કેળવણી ફંડ ટ્રસ્ટની ટહેલને ઝીલવા ઉપસ્થિત જ્ઞાતિજનોએ પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. જેમાં સ્વ. રામભાઇ કરમણભાઇ ગેલવા પરિવાર દ્વારા સ્વ. ગોપાલ મૂરજીભાઇ માલમ (ભાડા)ની સ્મૃતિમાં રૂા. 51 હજાર અને સ્વ. પરેશ વિશ્રામ ગઢવી (મોટાલાયજા)ની સ્મૃતિમાં રૂા. 51 હજારનું યોગદાન પ્રભુભાઇ ગઢવીના હસ્તે અપાયું હતું. રૂા. 51 હજાર કરમણ વીરા બાંઢા પરિવારે આપ્યા હતા. મોટી ખાખરની બેઠકમાં દેવરાજભાઇ ગઢવી (એડવોકેટ)એ સમાજમાં શિક્ષણ-સંગઠનની અનિવાર્યતા જણાવી શિક્ષણના સિંચન માટે અને જરૂરતમંદ સમાજના લોકોના ઉત્થાન માટે ભુજ છાત્રાલય માટે દરેકને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ આવનારી પેઢીને ટેકનિકલ વ્યવસાય અંગે પ્રશિક્ષણ અપાવવા શીખ આપી સમાજોત્થાન માટે સમાજને સમર્પીત થઇ?શકે તેવા આગેવાનોએ આગળ આવવું પડશે તેમ જણાવ્યું હતું. ભીમશીભાઇ?ગઢવીએ આઇ સોનલમાએ ચીંધેલા માર્ગ શિક્ષણ અને કન્યા કેળવણીના માર્ગને વધુ પ્રશસ્થ બનાવવા જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ વિજયભાઇ ગઢવી (પ્રમુખ, ચારણ સમાજ)એ શિક્ષિત સમાજના ગઠન માટે પોતાનું યોગદાન આપનાર સમાજના શ્રેઁષ્ઠીઓનો આભાર વ્યક્ત કરતા દરેકને વ્યસન અને દૂષણો ત્યજવા જણાવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોનું મોટી ખાખર ચારણ સમાજના પ્રમુખ રતનભાઇ ગઢવી દ્વારા સન્માન કરાયું હતું. સવરાજભાઇ ગઢવી, રાજદે ગઢવી, મેઘરાજ ગઢવી, પ્રભુભાઇ ગઢવી, આનંદભાઇ ગઢવી, ડોસાભાઇ ગઢવી, આશાનંદ ગઢવી હાજર રહ્યા હતા. રાજસ્થાન સાથે કચ્છમાં પણ કરણીમાતાનો ઉત્સવ ઉજવવામાં આવે તેવું મંથન આગેવાનો દ્વારા કરાયું હતું. માણશીભાઇ ડોસા, નારાણભાઇ ગેલવા, તા. પં. સભ્ય પુનશીભાઇ ગઢવી, દેવાયત બારોટ, ડાહ્યાભાઇ ભગત, મહેન્દ્ર ગઢવી, વિરમ ગઢવી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નારાણભાઇ માસ્તર અને આભારવિધિ સરપંચ પ્રભુભાઇ ગઢવીએ કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer