સંઘનો સ્વયંસેવક દેશ કે વિદેશમાં જયાં હોય ત્યાં રાષ્ટ્ર માટે વફાદાર

સંઘનો સ્વયંસેવક દેશ કે વિદેશમાં જયાં હોય ત્યાં રાષ્ટ્ર માટે વફાદાર
ભુજ, તા. 13 : તાલુકાના સુખપર ગામે શાખાના વાર્ષિકોત્સવમાં મુખ્ય વકતા તરીકે બોલતા સંઘ અને વિદ્યાભારતીના  કાર્યકર્તા તથા આદિપુર તોલાણી કોલેજના પ્રાધ્યાપક અરૂણભાઈ ભીંડેએ કહ્યું હતું કે, સંઘનો સ્વયંસેવક દેશમાં હોય કે વિદેશમાં કોઈ પણ ખૂણે પોતાના રાષ્ટ્ર અને કર્મભૂમિ પ્રત્યેની વફાદારીને પૂરી પ્રમાણિકતાથી નિભાવશે.આવા સંસ્કાર એમને મેદાનમાં લાગતી 1 કલાકની શાખાથી પ્રાપ્ત થાય છે માટે કદાચ કોઈના ઘરની બાજુના મેદાનમાં જ શાખા ચાલતી હોય. પરંતુ માત્ર દૂરથી જોઈને વાતો સાંભળીને કે અનુમાન લગાવીને નહીં પણ તે શાખામાં પ્રત્યક્ષ જોડાઈને જ સંઘ સમજાશે તેવું તેમણે કહ્યું હતું. શાખા કાર્યવાહ કાન્તિભાઈ કેરાઈએ શાખાએ વર્ષ દરમ્યાન  કરેલા સેવા કાર્યો અને પ્રવૃત્તિની માહિતી આપી હતી સાથે સ્વયંસેવકોએ ગામમાં પથ સંચલન ઉપરાંત શારીરિક દાવ પણ રજૂ કર્યા?હતા. તા. કાર્યવાહક હઠુભા પઢિયાર સાથે મુ. અતિથિ તરીકે ગામના સેવાભાવી દાતા અને સમાજ અગ્રણી નાનજીભાઈ ગોરસિયાએ વર્તમાન સમયમાં સંઘ કાર્યની વૃદ્ધિને ખૂબ જરૂરી જણાવી આ સાત્વિક કાર્યમાં યુવાનોને અને સમગ્ર સમાજને તન-મનથી જોડાવા આગ્રહ કર્યો હતો એવું જિલ્લા પ્રચાર પ્રમુખ ચિરાગ કોઠારીની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer