સર્વરોગ આરોગ્ય કેમ્પ યોજી નવા વર્ષની અનોખી ઉજવણી

સર્વરોગ આરોગ્ય કેમ્પ યોજી નવા વર્ષની અનોખી ઉજવણી
ભુજ, તા. 13 : અલવિદા 2017 અને વેલકમ ન્યૂયર 2018ના આનંદને ચરમસીમાએ લઇ જતા દિને ઠેરઠેર પાશ્ચાત્ય સંસ્કૃતિના ધસમસતા પ્રવાહ સાથેની રંગીન ઉજવણીઓ કરવામાં આવતી હોય છે પરંતુ માધાપરમાં સામાજિક સંસ્થાના ઉપક્રમે થર્ટી ફર્સ્ટની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી  હતી. ઔદિચ્ય બ્રહ્મસમાજ યુવક મંડળના ભવન ખાતે સર્વરોગ નિદાન-સારવાર માર્ગદર્શન કેમ્પનું વિદ્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઔદિચ્ય બ્રહ્મસમાજ યુવક મંડળ માધાપરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ભુજ-માધાપર સહિત ઠેરઠેરથી આ શિબિરમાં 250થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. શિબિરમાં ત્રીરોગ નિષ્ણાત ડો. દેવેનભાઇ જોગલ, બાળરોગ નિષ્ણાત ડો. દેવેન્દ્ર?ડાંગર, હાડકાંના રોગ નિષ્ણાત ડો. નવીનભાઇ ગાગલ, દંતરોગના નિષ્ણાત નિયંતાબેન ભાદરકા, આંખના નિષ્ણાત?ડો. અતુલ મોડેસરા, ઇએનટી નિષ્ણાત તરીકે ડો. રશ્મીબેન સોરઠિયાએ સેવા આપી હતી જ્યારે લેબોરેટરી સંલગ્ન સેવા ખુશ્બૂબેન વ્યાસ તથા આશાવર્કર બહેન પૂનમબેન આચાર્ય દ્વારા અપાઇ હતી. કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઇ સોમપુરા, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, દેવરાજભાઇ મ્યાત્રા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. ઔદિચ્ય બ્રહ્મસમાજ માધાપરના પ્રમુખ મહેશભાઇ વ્યાસે આવકાર આપ્યો હતો. મુખ્ય સહયોગી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ બિદડા રહ્યું હતું. નિદાન બાદની તમામ રોગોની સારવાર અને ઓપરેશન સહિતની સુવિધા બિદડા ખાતે 44મા મેડિકલ અને સર્જીકલ કેમ્પમાં કરી આપવામાં આવી હતી. આયોજનમાં ચંદુબેન ચમનલાલ ગોર પરિવાર, દેવરાજભાઇ મ્યાત્રા, આનંદભાઇ?રસિકલાલ ભટ્ટ, અનિલભાઇ?વ્યાસ, નલીનભાઇ વેદાંત, મેહુલભાઇ ગોર, મહેશભાઇ વ્યાસ, સમ્પ ગ્રુપ સહિતનાઓ સહયોગી રહ્યા હતા. કેતનભાઇ ગોરના નેતૃત્વ હેઠળ કુલદીપ પંડયા, મનોજ આર્ય, દર્શન જોષી, રાજાભાઇ રાવલ, હિતેશભાઇ વ્યાસ, પંકજ બાવા, શંભુભાઇ જોષી સહિતનાઓએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer