તા. 16થી 19 સુધી મસ્કતમાં ભારતીય કંપનીઓની બિઝનેસ મીટ

મસ્કત, તા. 13 : ભારતીય દૂતાવાસ અને મસ્કત ગુજરાતી સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાનાર `બિઝનેસ મીટ' માટે ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટું ડેલિગેશન આવી રહ્યું છે. અલગ અલગ ક્ષેત્રની 45 ભારતીય કંપનીઓ પ્રતિનિધિત્વ કરી રહી છે. કાર્યક્રમ તા. 16થી 19 જાન્યુઆરીના ઈન્ડિયન એમ્બેસીના પ્રાંગણમાં યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ હાજર રહેશે. આ કાર્યક્રમ દ્વારા ઓમાન અને ગુજરાત-ભારતને ખૂબ જ ફાયદો થશે. તારીખ 17ના ઈન્ડિયા ઓમાન બિઝનેસ મિટિંગ પણ ઈન્ડિયન એમ્બેસીમાં યોજાઈ છે. ભારતીય રોકાણકારો અને ઓમાન વચ્ચે એક સેતુ બની રહેશે. ઓમાનના બિઝનેસમેન પણ ભારતીય ડેલિગેશનને મળીને એમના વિચારો અને વ્યાપારનું આદાન-પ્રદાન કરી શકશે. આ ઉપરાંત મુખ્ય અતિથિપદે શેઠ કનકશી ખીમજી, અનિલભાઈ ખીમજી, કિરણભાઈ આશર હાજર રહેશે. મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી અને આ સમગ્ર આયોજનના પ્રેરણાસ્રોત ચંદ્રકાન્ત વલ્લભદાસ ચોથાણીએ જણાવ્યું હતું કે,  મસ્કત ગુજરાતી સમાજ, વિશ્વ ગુજરાતી સમાજ અને ગ્લોબલ નેટવર્કના સથવારે સર્વપ્રથમ વખત આટલું મોટું આયોજન થઈ રહ્યું છે. વધુમાં તેમણે જણવ્યું હતું કે સમાજ આ કાર્યક્રનું સંપર્કસૂત્ર છે પરંતુ બધાએ પછીથી ડાયરેક્ટલી ડીલ કરવાનું રહેશે. સમાજનું કામ વ્યાપારના આ પાવર હાઉસ સાથે જોડાણ કરી આપવાનું છે. આ કાર્યક્રમમાં ઓમાનના મિનિસ્ટ્રી ઓફ કોમર્સના મંત્રી પણ ઉપસ્થિત રહેશે. સાથેસાથે કાર્યક્રમની સફળતા માટે ભારતીય રાજદૂત ઈન્દ્રમણિ પાંડે, વિશ્વ ગુજરાતી સમાજના જુલી દેસાઈ, ગ્લોબલ નેટવર્કના જગત શાહ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer