અંજારમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ રીંગણાનું શાક-રોટલાનો પ્રસાદ લીધો

અંજારમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ રીંગણાનું શાક-રોટલાનો પ્રસાદ લીધો
અંજાર, તા. 13 : અહીંના સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના મહંત સ્વામી ભગવતજીવનદાસજીએ ઉજવણીનો મહિમા વર્ણવ્યો હતો.  શાકોત્સવ પ્રસંગે ભુજ મંદિરના કોઠારી નારાયણમુનિદાસજી, કોઠારી સંતસ્વરૂપદાસજી, મહંત સ્વામી ભગવતજીવનદાસજી, સ્વામી વિશ્વપ્રકાશદાસજી, સ્વામી સિદ્ધેશ્વરદાસજી, સ્વામી સરૂચિદાસજી, પૂર્ણપ્રકાશદાસજી આદિ સંતો ઉપસ્થિત રહ્યા  હતા. યજમાનપદે રામપરના હાલે નૈરોબી (કેન્યા)ના શાંતિલાલભાઈ હીરજીભાઈ રહ્યા હતા. કોઠારી સ્વામી સંતસ્વરૂપદાસજીએ શાકોત્સવના પ્રસંગો વર્ણવતાં જણાવેલું કે દર વર્ષે શાકોત્સવની ઉજવણી માણીને ભક્તો આ પ્રસંગની ભવ્યતાને તાદૃશ્ય સાથે માણી શકે તેવા ઉમદા આશય સાથે ઉજવણી કરાઈ હતી. આ પાવન પ્રસંગને માણવા સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી રીંગણાનું શાક અને રોટલાનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer