ગાંધીધામમાં મારવાડી યુવામંચની સ્મારિકા પુસ્તિકાનું થયું વિમોચન

ગાંધીધામમાં મારવાડી યુવામંચની  સ્મારિકા પુસ્તિકાનું થયું વિમોચન
ગાંધીધામ, તા. 13 : અહીંના મારવાડી યુવા મંચ દ્વારા તૈયાર કરાયેલા યુવા ચેતના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ મંચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારવાડી યુવામંચના સેવાકીય કાર્યો, મંચના સદસ્યોની સંપૂર્ણ સૂચિ મંચના સંસ્થાપક પ્રમુખ અને મંત્રી વગેરેની માહિતી આપતાં આ પુસ્તકનું રાષ્ટ્રીય પ્રમુખ રવજી અગ્રવાલ, મહામંત્રી અશોકભાઈ કટારિયા તથા રાષ્ટ્રીય પદાધિકારીઓ તેમજ ગાંધીધામ યુવામંચના પ્રમુખ મુકેશ પારેખ, મંત્રી જિતેન્દ્ર સી. જૈન, પ્રાંતીય પ્રમુખ રાજેન્દ્ર અગ્રવાલ, પૂર્વ પ્રમુખ નંદલાલ ગોપાલ, ભીખુભાઈ અગ્રવાલ, માયુમ જાગૃતિ શાખાના પ્રમુખ શ્વેતાબેન અગ્રવાલ, મંત્રી શ્વેતા મહેતા વગેરેના હસ્તે વિમોચન કરાયું હતું.  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મંચના રાષ્ટ્રીય પ્રમુખ રવિ અગ્રવાલના સંદેશનો પુસ્તકમાં સમાવેશ કરાયો હતો. યુવા ચેતના સ્મારિકા પુસ્તક નિર્માણ માટે મંત્રી જિતેન્દ્ર જૈન (શેઠિયા), સુરેશ માહટા અને પ્રશાંત અગ્રવાલે સહકાર આપ્યો હતો. કાર્યક્રમમાં યુવામંચના પદાધિકારીઓ, પૂર્વ-પ્રમુખો કારોબારી સભ્ય હાજર રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer