ભારતીય સંસ્કૃતિ અને નારીના અપમાન બદલ ગાંધીધામમાં રોષ

ભારતીય સંસ્કૃતિ અને નારીના અપમાન બદલ ગાંધીધામમાં રોષ
ગાંધીધામ, તા. 13 : પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતીય નૌ-સેનાના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવની ગેરકાયદેસર અટક બાદ મળવા ગયેલા તેના માતા-પત્નીનું અપમાન થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો આ સંકુલમાં જોવા મળ્યા હતા. આ મુદ્દે ગાંધીધામ સિંધી યૂથ સર્કલના વિમેન્સ વર્લ્ડે વડાપ્રધાનને ઉદ્દેશીને આવેદનપત્ર મામલતદારને અર્પણ કર્યું હતું.ભારત વિરોધી પ્રવૃત્તિ કરનાર દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ભારતીય નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવની ગેરકાયદેસર ધરપકડનો મુદ્દો હજુ શમ્યો નથી ત્યાં તેમને મળવા ગયેલા તેના માતા તથા પત્નીનું હળાહળ અપમાન થતાં દેશના નાગરિકોમાં રોષની લાગણી   ઊઠી છે. ગાંધીધામ સિંધી યૂથ સર્કલના વિમેન્સ વર્લ્ડે આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વડાપ્રધાનને ઉદ્દેશીને ગાંધીધામ મામલતદારને આવેદનપત્ર પાઠવતી વેળાએ નાપાક રાષ્ટ્ર વિરુદ્ધ કડક હાથે કામ લેવાની માંગ કરાઇ હતી. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉષાબેન ગોસ્વામી, નૈષિધીબેન અંજારિયા, જયાબેન જોશી, વિજયભાઇ ખૂબચંદાણી, અશોકભાઇ ટેવાણી, ભગવતીભાઇ બિદાસરી, અશોકભાઇ સોમૈયા, પ્રસાબેન સોની વગેરે જોડાયા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer