ડીપીટીના જનસંપર્ક અધિકારી તરીકે એડહોક નિમણૂક

ડીપીટીના જનસંપર્ક અધિકારી તરીકે એડહોક નિમણૂક
ગાંધીધામ, તા. 13 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રેડ પ્રમોશન અને જનસંપર્ક અધિકારીની લાંબા સમયથી ખાલી જગ્યા પૂરી દેવાઈ છે.  જનસંપર્ક સહાયક ઓમપ્રકાશ દાદલાણીને એડહોક ધોરણે બઢતી આપીને આ પદ ઉપર નિયુક્ત કરાયા હતા. જનસંપર્ક અધિકારી સંજય ભાટી અને પ્રશાસન વચ્ચે કેસ-કાનૂની જંગ શરૂ થતાં પ્રથમ તેમને ફરજમોકૂફ અને ત્યારબાદ ફરજમુક્ત કરાયા હતા. અલબત્ત તે કેસો હજુ ચાલુ જ છે. પરંતુ જનસંપર્ક અધિકારીની જગ્યા લાંબા સમયથી ખાલી હોતાં પ્રશાસને શ્રી દાદલાણીને બઢતી આપી પદ પૂરી દીધું છે. આમ પણ તેઓ લાંબા સમયથી જનસંપર્ક વિભાગ સાથે સંકળાયેલા રહ્યા છે. દુબઈના નીલકમલ ઈન્ટરનેશનલમાં વર્ષ 1996માં જુનિયર એકઝિકયુટિવ રહેલા શ્રી દાદલાણી 1997માં કેપીટીમાં જુનિયર કલાર્ક તરીકે જોડાયા હતા. તે પછી જનસંપર્ક સહાયક સુધી પહોંચ્યા હતા. તેમને વાવઝોડા તથા ભૂકંપ સમયની સારી કામગીરી બદલ તત્કાલીન ચેરમેનના હસ્તે પ્રમાણપત્ર પણ અપાયું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer