કાલે કચ્છની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં જાહેરનામાની પ્રસિદ્ધિ થશે

ભુજ, તા. 13 : રાજ્ય સહિત કચ્છમાં 67 સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ હવે તા. 15મીએ ચૂંટણીની નોટિસ-જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. તા. 20 સુધી ઉમેદવારી પત્રો સ્વીકારાશે, જેની ચકાસણી 22મીએ થશે. 23મીએ ઉમેદવારી પાછી ખેંચી  શકાશે. ચોથી ફેબ્રુઆરીના મતદાન અને છઠ્ઠી ફેબ્રુ.ના મતગણતરી થશે. સૌથી વધુ ગ્રામ પંચાયતો રાપર તાલુકાની 27, અંજારની 16, ભચાઉની 8, નખત્રાણાની 7, લખપતની 6, મુંદરાની 5 અને ભુજ તથા માંડવી તાલુકાની 1-1નો સમાવેશ થાય છે. ભુજ તાલુકાની જવાહરનગર, લખપત તાલુકાની વિરાણી નાની, માતાના મઢ, કોટડા મઢ, બરંદા, નારાયણ સરોવર, દોલતપર, માંડવી તા.ની હાલાપર, મુંદરા તા.ની ડેપા, રામાણિયા, નવીનાળ, સાડાઉ, સમાઘોઘા, અંજાર તા.ની ભાદરોઇ, બિટ્ટા વલાડિયા, ચંદિયા, ચાંદ્રોડા, દેવળિયા, જરૂ, કુંભારિયા, મથડા, મોડસર, નિંગાળ, રામપર, રતનાલ, સાપેડા, સિનુગ્રા, સુગારિયા અને વીડી, ભચાઉ તા.ની લાખાવટ, માય, લખપત, ઘરાણા, કકરવા, કટારિયા જૂના, ગણેશપર, વિજપાસર, રાપર તા.ની વજેપર, કુડા જામપર, ગેડી, સણવા, લોદ્રાણી, ચિત્રોડ, વ્રજવાણી, બેલા, ખેંગારપર, ટીંડલવા, વણોઇ, વેરસરા, મોમાયમોરા, વિજાપર, આણંદપર, કલ્યાણપર, જેસડા, રામવાવ, સુવઇ, ડેડરવા, માંજુવાસ, બાદલપર, ડાવરી, નખત્રાણા તાલુકાનાં કાદિયા નાના, કોટડા રોહા, નારાણપર રોહા, રોહા સુમરી, સાંયરા, વિભાપર, વિથોણનો સમાવેશ?થાય છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer