નવા વર્ષમાં ફરી સ્વાઇન ફ્લુ દેખાયો

ભુજ, તા. 13 : 2018માં સ્વાઇન ફ્લુ ફરી દેખાયો છે. આદિપુરની ડિવાઇન લાઇફ હોસ્પિટલમાં દાખલ થયેલા વોર્ડ-3બીના 59 વર્ષીય પુરુષનો એચવન એનવન પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું એપીડેમિયોલોજિસ્ટ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગત 2017માં કુલ્લ 350 દર્દીને સ્વાઇન ફ્લુ પોઝિટિવ જણાયો હતો. છેલ્લો કેસ ડિસે.ના પહેલા અઠવાડિયામાં દેખાયો હતો. બાદમાં નેગેટિવ રિપોર્ટ આવતા હોવાથી હાશકારાની લાગણી વ્યાપી હતી, તે વચ્ચે આજે ફરી દેખાયો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer