અંજારની વિવિધ સોસાયટીના કામો પૂર્ણ કરવા અનુરોધ

અંજાર, તા. 13 : ઐતિહાસિક અંજારની વર્ષો જૂની વસાહતોમાં માળખાકીય સુવિધા નહીં હોવાના કારણે શહેરીજનોને પરેશાની થતી હોવાની લાગણી વ્યક્ત થઈ છે. નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ સરકારની ગ્રાન્ટમાંથી કાર્યો હાથ ધરવાની માગણી કરી હતી. પ્રતિપક્ષના નેતા જિતેન્દ્રભાઈ ચોટારાએ મુખ્ય અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નંબર 8માં વિજયનગર સોસાયટી પાસે બાકી રહેલા રોડ અને પાણીની લાઈનનું કામ પૂર્ણ કરવું જોઈએ.પ્રભાતનગર અને દાતણિયાવાસમાં રોડ તથા સ્ટ્રીટ લાઈટનું કાર્ય બાકી છે. લોકભાગીદારીથી બગીચા તથા મંદિરના કામને મંજૂરી આપવા, હેમલાઈ ફળિયામાં બાપુની દરગાહ પાસે રોડનું કામ, શાળા નં. પાંચમાં પાણીની લાઈન નાખવાની પણ પત્રમાં માંગ કરી હતી. શેખટીમ્બા વિસ્તારમાં આવેલી શેખ સમાજવાડીમાં પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવા, મિત્રી બોર્ડિંગ પાસે વાડી વિસ્તારમાં રોડનું કામ કરવા, ગટર લાઈનનું કામપૂર્ણ કરવા, શાંતિનગર તથા શિવાજીનગરમાં રોડનું કામ, કોલીવાસમાં રોડ બનાવવા, પીથોરાપીર મંદિર સુધીનો માર્ગ તથા શહેરના તમામ રસ્તાઓનું પેચવર્ક કરવા પણ અનુરોધ કર્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer