અંજારમાં સ્વામી વિવેકાનંદજીના જીવન અંગે યોજાઈ વકતૃત્વ સ્પર્ધા

ગાંધીધામ, તા. 13 : રામકૃષ્ણ આશ્રમ પ્રેરિત અંજાર રામકૃષ્ણ શારદા સેવાશ્રમ ભાવધારા કેન્દ્ર દ્વારા અંજારની તમામ પ્રાથમિક શાળાઓના ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. કાર્યક્રમના પ્રારંભમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને ધૂન રજૂ કરી હતી. ત્યારબાદ અંજાર સુધરાઈ પ્રમુખ પુષ્પાબેન ટાંક, અંજાર શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન તેજસભાઈ મહેતા વગેરેના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. કેન્દ્રના સંયોજક સુરેશભાઈ છાયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક ભાષામાં સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરક દૃષ્ટાંતો આપ્યા હતા. હરીફાઈમાં ગજ્જર ગ્રીન્સી, સોલંકી દિયા, જોશી સાનિયા, ત્રિવેદી મહિમા, જાડેજા દેવિકાબા વિજયી બન્યા હતા. આ વેળાએ શિક્ષણ સમિતિ દ્વારા તથા નગરસેવક જયેન્દ્રસિંહ જાડેજા, નિવૃત્ત આચાર્ય અને એસ.એમ.સી.ના સભ્ય લાલગર કે. ગુંસાઈએ ભાગ લેનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. તમામ સ્પર્ધકોને સ્વામીજીના પુસ્તકની ભેટ અપાઈ હતી. સમિતિના ચેરમેન કિશોરભાઈ ખટાઉએ કાર્યક્રમને સફળ બનાવવા માટે શુભેચ્છા આપી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer