`સ્પીકર ઓફ કચ્છ યુનિ.-18''ની વકતવ્ય સ્પર્ધાના વિષયો જાહેર

ભુજ, તા. 13 : કચ્છમિત્ર અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છની કોલેજોના છાત્રો માટે આયોજિત વકતવ્ય કલા સ્પર્ધાના પ્રાયમરી રાઉન્ડના વિષયો જાહેર કરાયા છે.કચ્છના યુવાઓને વાક્કલા, અભિવ્યકિત, કૌશલ્ય પ્રદર્શિત કરવા આયોજીત `સ્પીકર ઓફ કચ્છ-2018'ના જૂનીયર અને સિનિયર વિભાગ માટે વિષયો જાહેર કરાયા છે. જે મુજબ `મારી સંકલ્પનાનું કચ્છ', `હે કૃષ્ણ, ફરી એકવાર અવતાર ધારણ કરો ને' વોટ્સેપિયા બનતા માનવ સંબંધો, જનજાગૃતિમાં જાહેર માધ્યમોની ભૂમિકા અને આધુનિક ટેકનોલોજીમાં અટવાતું આજનું બાળપણનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓએ તા. 22ના સવારે 8.30 વાગ્યે કચ્છ યુનિ.ના કોર્ટ હોલ ખાતે કોલેજ/ભવનના ઓળખકાર્ડ સાથે હાજર રહેવું. વધુ વિગત માટે કો-ઓર્ડિનેટર ડો. આર. વી. બસિયા મો. 94264 52925નો સંપર્ક કરવો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer